Join us at Maa Umiyadham Sidsar and embark on a journey of profound devotion, where the soul finds its true purpose
સમય ક્યારેય કોઇની રાહ જોવા થોભતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કર્યે જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થંભતો નથી. એવી જ રીતે યોગીઓ-જોગીઓનાં પુણ્યબળે સીંચાયેલ સીદસર ગામ ભવિષ્યમાં એક સુવર્ણયુગ પ્રગટાવવાનું નિમિત્ત બનશે, તે પણ કોણ જાણતું હતું!
જ્યારે-જ્યારે પણ સૃષ્ટિ પર માર્ગદર્શનની કે દિશાદર્શનની આવશ્યકતા ઉભી થઇ છે, ત્યારે જગતનિયંતાએ, તે ચાકક્સ પુરી કરી જ છે. તે પોતાનાં સંતાનોને ઘડેભર પણ ભૂલ્યા હોય એવું લાગતું નથી. સમાયંતરે થતું પરમતત્વોનું પ્રાગટ્ય, એ વાતની ખાતરી આપે છે.
ઘણાં ચમત્કારો અને અલૌકિક ઘટનાઓ વિશે આપણે સાંભરતા હોઈએ છીએ. આવા દિવ્યપ્રસંગો કોઈ ધન્ય ઘડીએ કે ધન્ય સ્થળે જ થતા હોય છે, અને ત્યારથી જ તે ક્ષણ-કણ ઇતિહાસમાં અમરત્વ પ્રાપત કરી લેતાં હોય છે.
કંઇક આવી જ ઘટના આજથી લગભગ સો વર્ષ પહેલા બનેલી…..
Rs. 3,51,000 /- નું યોગદાન આપી, 25 વર્ષે Rs. 5,00,000 /- પરત મેળવો. પ્રવર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજમાં સામાજિક કાર્યોમાં નવો ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ, નવા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, બિલ્ડર્સ, યુવાઓ અને મહિલાઓ યથાશક્તિ યોગદાન આપવા ઇછુક છે. આવા નવા દાતાઓ માટે “ઉમા રત્ન” યોજના વિચારેલ છે.
શ્રી ઉમિયાધામ – સિદસર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના લાભાર્થે કરવામાં આવતા સમાજ વિકાસ કર્યોમાં સર્વે સુખી – સંપન્ન પરિવાર પોતાનું વિષેશ યોગદાન આપી શકે તે માટે “ઉમા રત્ન” યોજના શરૂ કરેલ છે.
શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમાજની પાયાની જરૂરિયાતના અનેક ઉપયોગી કર્યો કરવામાં આવે છે. સમાજ ઉત્કર્ષ ની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં સમાજના તમામ પરિવારો જોડાઈ શકે અને પોતાનું ફૂલ પાંખડી રૂપી યોગદાન આપી શકે તેવા શુભ આશયથી તમામ પરિવારો માટે માઁ ઉમા કળશ યોજનાનો શુભારંભ કરેલ છે.
માઁ ઉમા કળશ યોજનાનો હેતુ, સમગ્ર સમાજને સાંકળવાનો સેતુ
શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના, સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને આર્થિક વિકાસ માટે સમાજ વિકાસ માટે સમાજ વિકાસકાર્યો કરવામાં આવે છે.
ઉમિયાધામ-સિદસર દ્વારા સૂચિત સમાજ વિકાસકાર્યો માટે Rs. 500 /- કરોડની સમૃદ્ધિ યોજના – 3 શરૂ કરવામાં આવી રહી છે.
Nam libero tempore, cum soluta nobis est eligendi optio cumque nihil impedit quo minus id quod maxime placeat facere possimus, omnis voluptas assumenda est omnis dolor repellendus. Temporibus autem quibusdam et aut officiis debitis